Wednesday 22 June 2011

sorry no title..

આ દુનિયા મને મારી લાગવા લાગી,
જ્યારથી હું દુનિયાદારી ચાખવા લાગી.

લોકો ને હું અચાનક બદલેલી લાગવા લાગી
જ્યારથી મારી વાતો હું ગુપ્ત રાખવા લાગી.

ઝીંદગી નાસમજ છે કે એ મારી પાછળ ભાગી,
જ્યારથી હું ખુદ ઝીંદગી થી દુર ભાગવા લાગી.

ખુદા પણ મારાથી નારાઝ થઇ ને બેઠો છે,
જ્યારથી મારી ખુદાઈ માં હું તને માંગવા લાગી.

મારા જીવન ના અર્થ ને હું સમજવા લાગી,
જ્યારથી ઝીંદગી માં તારું મહત્વ જાણવા લાગી.

સમજી આજે કે સુંદર છે આ ઝીંદગી ને દરેક લોકો,
જ્યારથી આ ઝીંદગી ને ખુદાની મરજી થી માણવા લાગી.
© D!sha. :)

Wednesday 15 June 2011

no title again.

क्या मांगू अब के मेरे पास तू है,
मेरे लिए तू मेरा खुदा हुबहू है.

ये मौसम,बहरे, तुम्हिसे सुकून है,
तनहैका आलम, या तेरी जुस्तजू है

न कोई तमन्ना, न कोई आरजू है,
हर ज़र्रे ज़र्रे में तेरी गुफ्तगू है

चाहत है तुजसे, रहत भी तू है,
तुझिसे जुडी ये मेरी आबरू है.

क्या मंगू अब के मेरे पास तू है,
मेरे लिए तू मेरा खुदा हुबहू है..
© D!sha. :)

Monday 13 June 2011

दुनिया पे बेवफाई असर कर रही है.

अपनोको छोड़ औरो की बातो में जल रही है
दुनिया पे बेवफाई असर कर रही है.

वो प्यार ही हमसे इस कदर कर रही है,
दुनिया पे बेवफाई असर कर रही है.

उनकी बेयुखी को बयां उनकी नज़र कर रही है,
दुनिया पे बेवफाई असर कर रही है.

मेरे दिल से होके औरो के रस्ते चल रही है
दुनिया पे बेवफाई असर कर रही है.

हमसे प्यार जताके औरो पे मर रही है,
दुनिया पे बेवफाई असर कर रही है.

प्यार देके इस दिल को उसी हाथो से कुचल रही है,
दुनिया पे बेवफाई असर कर रही है.

©  D!sha. :)

Thursday 9 June 2011

title

 અંજલી ને અનુભવ ના લગ્ન ને આજે ૩૦ વર્ષ પુરા થયા.
   સુંદર સવાર હતી, ચોમાસા ની ઋતુ હતી એટલે ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ હતો, સવાર ના ૬ વાગ્યા છે,
bunglow ની ચારે બાજુ લીલોત્રી જ લીલોત્રી છે , ઉપર ના રૂમ માં અનુભવ ઉઠ્યો, અંજલી સુતીતી, balcony ની બહાર જોયું તો સુંદર  વાતાવરણ હતું , જાણે આજે મૌસમ પણ એમના લગ્ન ના ૩૦ વર્ષ ને મનાવતું હોય એમ લાગતુતું.

           અનુભવ એ અંજલી ને જગાડી નહિ અને નીચે રસોડા માં ગયો,ચાહ બનાવી સાથે તીખી સેવ લીધી ને ઉપર રૂમ માં ગયો,
અનુભવ: અંજલી, ઓય ચાશ્મીશ ઉઠ જો તો કેટલી સુંદર સવાર છે,
( થોડી આળસ ખાતા ની સાથે અંજલી ઉઠી અનુભવ સામે મીઠું હાસ્ય કરી )
અંજલી : તમે આજે કેમ વેહેલા ઉઠી ગયા?
( અનુભવે  કઈ જ જવાબ ના આપ્યો ને એની સામે ચાહ નો mug ને તીખી સેવ ધર્યા ,જોઈ ને અંજલી ચોકી ગઈ )
( હસતા હસતા )
અંજલી: આટલા વર્ષો માં તમે કોઈ દિવસ મારા માટે ચાહ નથી બનાવી આજે અચાનક શું થયું?
( અનુભવે એના જબ્ભા ના ખિસ્સા માંથી સોના ના બે કળા આપ્યા)
અનુભવ:happy marriage anniversary :)
( અંજલી ખુબ જ ખુશ થઇ ગઈ, કડા તરત હાથ માં પેહેરી લીધા એને બવ જ ગમ્યા, પોતાના પર ગુસ્સો આવ્યો  અને દુખ પણ થયું)
અંજલી: મને માફ કરીદો આટલા વર્ષો માં હું પેહેલી વાર marriage anniversary  ભૂલી ગઈ :( એની આંખો માં આંસુ આવી ગયા.
( અનુભવ ઈશારો કરી એને બહાર જવા નું કીધું balcony માં ઝરમર ઝરમર વરસાદ ની સાથે બેવ જાના ખુરશી પર બેઠા ને ચાહ ની ચૂસકી સાથે)
અનુભવ: વાંધો નહિ થયા કરે આવું બધું તો, પણ તું મને એમ કેહ કે ચાહ કેવી લાગી?
અંજલી: અરે હા એ તો હું ભૂલી જ ગઈ, ( પછી ચાહ ની એક ચૂસકી મારી)
અંજલી: ખરેખર સારી બની છે ચાહ, પણ મને દુખ છે  કે હું આટલા સુંદર દિવસે તમને કઈ જ ના આપી શકી અને ભૂલી ગઈ :(
અનુભવ: balcony ની બહાર ની લીલોતરી જોતા અરે મહારાણી તમે જેટલું આપ્યું છે એ તો આ કડા ની સામે કઈ જ નથી, ખાવાનું બનાવે, મારું ધ્યાન રાખ્યું, પોતાનું ધ્યાન રાખવું, નોકરી પર જવું, મને સહન કર્યો, મારા ગુસ્સા ને સહન કર્યો,  મારી માં ની જેમ મારી તબિયત ની સાર સંભાળ કરી, મારો હાથ ભાન્ગ્યોતો ત્યારે તું જ તો મારો હાથ બની તી.. આ બધું મારા માટે સૌથી મોટી ભેટ છે, આવી અનોખી ભેટ તો કદી કોઈ ના આપી શકે.
(અંજલી અંદરો અંદર મલકાઈ એને બવ જ ગમ્યું )
અંજલી: પણ તમે મને જો સાથ ના આપ્યો હોત તો આ ૩૦ વર્ષો પુરા ના થાત, મેં જે પણ કર્યું એ તમારા સાથ, સહકાર અને તમારી સમજદારી જે મારા પ્રત્યે હતી એનાથી જ કરી શકી છું.
અનુભવ: ના બધું તારા સાથ, સહકાર અને તારી સમજદારી ના કારણે થયું છે.
(અને બેવ જણા સાથે બોલી પડ્યા " ના આ તારા સાથ ને સહકાર થી જ થયું છે"

(૧ કલાક રહી ને  અનુભવ અને અંજલી  તૈયાર થઇ ને પૂજા કરી ને drawing room માં બેઠાતા , ત્યાં ગાડી ના હોર્ન નો અવાજ આવ્યો. ત્રિલોક, બીત્તું ને પલ્લું ૩નેવ ઘર માં આવ્યા એમનો દીકરો, વહુ અને પૌત્ર ,એવા તરતmummy pappa ને ગળે મળ્યા wish karyu થોડી અડી અવળી વાતો કરી ને બીત્તું ને રમાડ્યો ને બધા એની શેતાની હરકતો જોતા જોતા બેઠાતા.
પલ્લું: મુમ્મ્ય બોલો શું રસોઈ બનવાની છે,?
અંજલી: બેટા આજે એમ કરીએ હોટેલ માં ખાવા જઈએ.
ત્રિલોક: હા પપ્પા સારો idea છે.
પલ્લું: જેમ તમને યોગ્ય લાગે એમ. :)
અનુભવ: બેટા તારી trip કેવી રહી?
ત્રિલોક: પપ્પા હું trip માંથી આવ્યો જ કાલે રાતે જો સખત થાકી ગયો હતો, સારું છે  કે પલ્લું છે જે ઘર નું ને નોકરી નું બધું સંભાળે છે, એના સાથ સહકાર વગર હું કઈ જ કરી શકત.
પલ્લું: ના હો પપ્પા ત્રિલોક પણ મને ઘણો જ support કરે છે, એમના સાથ સહકાર વગર હું કઈ જ ના કરી શકત..
અને એટલું સંભાળતા જ અનુભવ અને અંજલી બેવ એકબીજા ની સામે જોઈ ને હસવા લાગ્યા..
પલ્લું ને ત્રિલોક પૂછી બેઠા કે શું થયું અચાનક?
અનુભવે બસ એટલું જ કહ્યું કે બેટા બેવ ના સાથ અને સહકાર થી જ તો જીવન પસાર થાય છે.
અને અંજલી ની આંખો માં પ્રેમ ભરી નજર થી જોયું, જાણે એનો અભાર માનતા હોય એમ.. :)

Sunday 5 June 2011

એવું કૈક થઇ જાય..

એવું કૈક થઇ જાય કે જેને ચાહિયે એ આપણને મળી જાય
મન માં નિહારું તારી છબી ત્યાં તું સાક્ષાત હાજર થઇ જાય.

દિલ માં વાત આવે ને તારા મન સુધી એ પોહોચી જાય,
હોઠ ચુપકીદી સેવે ને તું બધું આંખો ના ઈશારા થી સમજી જાય.

કોઈ દિવસ એટલો વહાલો નથી લાગ્યો કોઈ નો સાથ
આવે તું મને મળવા ને ત્યાં આ સમય થમી જાય.

નિશબ્દ સંબંધ બાંધ્યો છે અજાણતા તારી સાથે
અજાણતા જ તારા હાથ માં મારું નામ અંકાઈ જાય.

નીકળી પડી છું એક પ્રેમ નદી બનીને તારી શોધ માં,
તું દરિયા જેવો આવકારે ને આ નદી એમાં જ સમાઈ જાય.

© D!sha. :)